ઇમિગ્રન્ટ્સ પર અંકુશ મૂકવા ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી બમણી કરી

ઇમિગ્રન્ટ્સ પર અંકુશ મૂકવા ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી બમણી કરી

ઇમિગ્રન્ટ્સ પર અંકુશ મૂકવા ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી બમણી કરી

Blog Article

ઇમિગ્રન્ટ્સની સંખ્યાને કાબુમાં લેવા માટે ઓસ્ટ્રેલિયાએ પહેલી જુલાઈથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ડ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારી 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર ($1,068) કરી હતી. માર્ચમાં જાહેર કરાયેલા અધિકૃત ડેટા દર્શાવે છે કે ચોખ્ખું ઇમિગ્રેશન 60% વધી રેકોર્ડ 548,800 થયું હતું.

વિઝા ફી બમણી કરવા ઉપરાંત  વિઝિટર વિઝા હોલ્ડરો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા હોય તેવા સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહીને સ્ટુડન્ટ વિઝા માટે અરજી નહીં કરી શકે.

ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓનિલે જણાવ્યું કે આ ફેરફારો પહેલી જુલાઈથી જ અમલમાં આવી ગયા છે અને તેનાથી આપણી ઈન્ટરનેશનલ એજ્યુકેશન સિસ્ટમ જળવાઈ રહેશે. તેનાથી એવી માઈગ્રેશન સિસ્ટમ રચાશે જે વધુ યોગ્ય હશે, સંખ્યા ઓછી હશે અને વધુ ફાયદાકારક હશે.

વિઝા ફીમાં વધારાથી ભારતીય વિદ્યાર્થીઓને વિશેષ અસર થવાની ધારણા છે. અમેરિકા અને કેનેડા કરતા પણ ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા ફી વધુ છે. અમેરિકા માત્ર 185 ડોલર ફી વસુલે છે જ્યારે કેનેડાની ફી 110 ડોલર છે.

ઓસ્ટ્રેલિયામાં વિઝાના નિયમોમાં જે છીંડા હતાં તે બધા બંધ કરાશે. અત્યાર સુધી આ નિયમોનો ફાયદો લઈ ઘણા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં પોતાનો સ્ટે લંબાવતા હતાં. માર્ચમાં અંગ્રેજી ભાષાની આવડતની જરૂરિયાત વધુ ચુસ્ત બનાવાઈ હતી. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે 24500 ઓસ્ટ્રેલિયન ડોલરના બદલે હવે 29,710 ડોલર એટલે કે 19,823 અમેરિકન ડોલરની બચત દર્શાવવી પડશે.

Report this page